साईट का मुख्य मेनू

sponsored ads

17 September, 2015

गुजरती व्याकरण - छंद છંદ

यहाँ गुजराती व्याकरण के प्रमुख छंद के उदाहरण दिए हैं . जो आपको बहोत काम आसकते हैं. शेर करे...
(૧) સ્વાર્થને પોષવા તારે,અંતરે વાસના નથી. — અનુષ્ટુપ
(૨) નીલી વસંત વન ફૂલ ભર્યા મહેકે – વસંતતિલકા
(૩) ભમો ભરતખંડમાં,સકળ ભોમ ખુંદી વળો – પૃથ્વી
(૪) અસત્યો માહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા.— શિખરિણી
(૫) રે પંખીડાં સુખથી ચણજો,ગીત વા કાંઇ ગાજો.— મંદાક્રાંતા
(૬) હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો.— શાર્દૂલવિક્રિડિત
(૭) ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ દોલતો વાયુ વાય.—સ્ત્રગ્ધરા
(૮) પ્રાચી દિશામાં નભરક્ત દીસે  — ઇન્દ્રવજા
(૯) સુલોચનાને શિર અંધ સ્વામી — ઉપેન્દ્રવજા
(૧૦) કેડેથી નમેલી ડોશી,દેખીને જુવાન નર
           કહે,શું શોધો છો કશી ચીજ અછતી રહી ? – મનહર
(૧૧) સ્નેહગર્વ નથી જેને સ્નેહશોક ન એ ધરે,
           તૂટ્યા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે – અનુષ્ટુપ
(૧૨) છાયા તો વડલા જેવી,ભાવ તો નદન રામ ,
           દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય — અનુષ્ટુપ
(૧૩) કેવી રીતે જીવનમાં થઇ જાઉં સ્થિર ?  — વસંતતિલકા
(૧૪) કેવાં તરંગિત સુચંચળ સ્વચ્છ નીર — વસંતતિલકા
(૧૫) ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા ! – પૃથ્વી
(૧૬) અખૂટ રસ પૌરુષે સભર આત્મા હું તો ચહું – પૃથ્વી
(૧૭) અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
     મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ,ભમે આજ અટુલી – શિખરિણી
(૧૮) ખરે પુષ્પો જયારે મધુર ફળ ત્યારે તરુ ઘરે – મંદાક્રાન્તા
(૧૯) જનની જણ તો ભક્તજન,કાં દાતા કાં શૂર — દોહરો
(૨૦) શોકાવેશે હ્રદય ભરતી, કંપતી ભીતિઓથી – મંદાક્રાન્તા
(૨૧) તું નારી હમ પરપુરુષ,જોબન અપના હોય — દોહરો
(૨૨) મંદાક્રાન્તા કરુણ મધુર છંદ મંદ ક્રમંતા – મંદાક્રાન્તા
(૨૩) ચિંતા અંતરની દઇ દરિતને સંગી થવા ઇચ્છવું – શાર્દૂલવિક્રિડિત
(૨૪) કોરી છે મમ આ કિતાબ ઉરની ચર્ણે ધરું હે પિતા ! –શાર્દૂલવિક્રિડિત
(૨૫) રે એવાં તેજ કો જગતનયને દૂષ્ટિએ ના પડેલ – સ્ત્રગ્ધરા
(૨૬) ઊઠી વ્હેલા પ્રભાતે ઝટ ઘર-વખરી ગોઢવે વાળી ઝાળી –સ્ત્રગ્ધરા
(૨૭) વર્ષો લગી એ કરી ધર્મચિન્તા,
             ને વેઠી કૈં વર્ષ સુધી અનિદ્રા — ઇન્દ્રવજા
 (૨૮) દીઠો તને હંસની હાર માંહે,
             દીઠો અષાઢી જલધારા માંહે — ઇન્દ્રવજા
(૨૯) અતાગ તાગ્યો લવણામ્બુરાશિ
           મનુષ્યના અંતરનો જગતતણો – ઉપેન્દ્રવજા
(૩૦) અરે ન કીધાં ફૂલ કેમ આંબે ?
           કર્યા વળી કંટક શા ગુલાબ – ઉપેન્દ્રવજા
(૩૧)ચૌતામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી – મનહર
(૩૨) એક દિન મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો – મનહર
(૩૩) છેલ્લે બાંક છેલ્લો રાંક છોકરો જવાબ દે છે – મનહર
(૩૪) ઘીનો દીવો રાણો થાય,અગરબત્તી આછી પરમાય – ચોપાઇ
(૩૫) ઝાંઝરીએ દીવા બળે,હઈડે નાચે મોર –દોહરો
(૩૬) પાને પાને પોઢી રાત,તળાવ જંપ્યું કહેતાં વાત – ચોપાઇ
(૩૭) નમતાથી સૌ કો રીઝે,નમતાને બહુ માન,
            સાગરને નદીએ ભજે છોડી ઊંચાં સ્થાન, — દોહરો
(૩૮) રુદિયાથી રુદિયા તણાં પાકાં થઇ ગયાં રેણ .
(૩૯) જ્યાં જ્યાં સાજન સંચરે પાછળ ફરતાં નેન. – દોહરો
(૪૦) પાન અચિંતું કોઇ નાનકું ગયું ડાળથી છૂટી – સવૈયા
(૪૧) કોયલના ટહૂકાએ ધીરે વન આખાને વાત કહી –સવૈયા
(૪૨) તડકા ઉપર બેત્રણ તરતાં પતંગિયાને પૂછયું જઇ – સવૈયા
(૪૩) નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી – હરિગીત
(૪૪) મર્ત્ય જીવનતો ખરે,માત્ર પૂર્વાલાપ છે — હરિગીત
(૪૫) નિરખા ગગનમાં કોણ ઘુમી રહ્યો
            તે જ હું તે જ હું શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
           નથી અહીંયાં કોઇ કૃષ્ણ તોલે – ઝૂલણા
(૪૬) આજ મહારાજ જલ પર ઉદય જોઇને
           ચન્દ્રનો હ્રદયમાં હર્ષ જામે – ઝૂલણા
(૪૭) ઈલા દિવાળી દીવડા કરીશું – ઇન્દ્રવજા
(૪૮) નદીથી વહે છે ગિરિથી રમંતી – ઉપેન્દ્રવજા
(૪૯) કાલે રાજા છે ગઇ છુંગ થાકી
             વાંચીશ વહેલા સહુ પાઠ બાકી – ઉપેન્દ્રવજા
(૫૦) એકાંત આગિરિ તણાં ઉદરે પડેલું – વસંતતિલકા
(૫૧) ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી નથી એકે વાદળી –શાર્દૂલવિક્રિડિત
(૫૨) ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે,નેત્રને તૃપ્તિ થાય.— સ્ત્રગ્ધરા
(૫૩) તું ઊઠ જાગ જનમંડળને જગાડ – વસંતતિલકા
(૫૪) વળાવી બા આવ્યાં જીવનભર જે સર્વ અમને – શિખરિણી
(૫૫) પૃથ્વીના ફેફસામાં પ્રતિ સમય રહું પૂરી હું પ્રાણવાયું – સ્ત્રગ્ધરા
(૫૬) દિશા વિજ્ય કૂચનાં કદમ ગાજતાં ઊપડે — પૃથ્વી
(૫૭) વિશાળ છાયાએ  સકળ અમ સંતાપ હરતાં – શિખરિણી
(૫૮) યોગી હું વનમાં બન્યો ગૃહ વિષે તું હા ! બની યોગિની – શાર્દૂલવિક્રિડિત
(૫૯) આવ્યો આવ્યો શત શત શિલા પર્વતો તોડી આવ્યો –મંદાક્રાન્તા
(૬૦) દિશા સકળમાં ભમી,ક્ષિતિજ હાથ તાળી દઇ –પૃથ્વી
(૬૧) વૃદ્ધા માતા નયન નબળાં ફેરવી ત્યાં જુએ છે – મંદાક્રાન્તા
(૬૨) વીણાનાં ગાન થંભે નિજ નિજ વ્યવહારો તજી વિશ્વ દેખે –સ્ત્રગ્ધરા
(૬૩) આજે મારે હ્રદય રણકે તારું ઉન્મત્ત ગીત – મંદાક્રાન્તા
(૬૪) લઉં ગુલછડી ? સુગંધમય પાંખડી ? કે ઘડી – પૃથ્વી
(૬૫) ભૂલોની જ પરંપરા જગત આ એવું દીસે છે પિતા – શાર્દૂલવિક્રિડિત
(૬૬) એક મૂરખને એવી ટેવ, પથ્યર એટલા પૂજે દેવ — ચોપાઇ
(૬૭) સાંભળી શિયાળ ભોલ્યું, દાખે દલપતરામ,
અન્યનું તો એક વાંકું, આપણાં અઢાર છે — મનહર
(૬૮) પ્રભો અંતર્યામી જીવન જીવનાં દીન શરણાં – શિખરિણી
(૬૯) ભલે મૃદુ રહીસહી જખમ છેક ચૂરો થતું –પૃથ્વી
(૭૦) હા પ્રસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.—મંદાક્રાન્તા
(૭૧) રાત પડી ઘર જાને બાળા વઢશે બાપુ તારા — સવૈયા
(૭૨) ઊગે છે નભસૂર્ય ગાઢ જગનાં અંધારાને ભેદવા – શાર્દૂલવિક્રિડિત
(૭૩) ઊંટ કહે આ સભામાં વાંકાં અંગવાળાં ભૂંડાં – મનહર
(૭૪) તાજા યૌવનના સ્પર્શે , તગે છે દેહ એહનો – અનુષ્ટુપ
(૭૫) આકાશે સંધ્યા ખીલીતી માથે સાતમ કેરો ચાંદ — સવૈયા
(૭૬) ભાષાને શું વળગે ભૂર,જે રણમાં જીતે તે શૂર – ચોપાઇ
(૭૭) જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની –હરિગીત
(૭૮) તિલક કરતાં ત્રેપન થયાં, જપ માળાનાં નાકાં ગયાં –ચોપાઇ
(૭૯) કરતાં જાળ કરોળિયો ભાંય પડી ગભરાય,
               વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય – દોહરો
(૮૦) ઝેર ગયાંને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર –સવૈયા
(૮૧) આ પ્રેમ સંસારી તણોતું જ તે જ જેવો છે નક્કી – હરિગીત
(૮૨) જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી – હરિગીત
(૮૩) વાદળની ચાદર ઓઢીને,સૂરજ જ્યારે પોઢી જાય – ચોપાઇ
(૮૪) પુષ્પ તણી પાંદડીએ બેસી,હસતું કોણ ચિરંતર હાસ –સવૈયા
(૮૫) ઓ ઈશ્વર ભજિયે તને,મોટું છે તુજ નામ ,
            ગુણ તારાં નિત ગાઇએ,થાય અમારાં કામ – દોહરો
(૮૬) લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય – ચોપાઇ

No comments:

Post a Comment