-->

NEW UPDATE

EDUCATIONAL NEWS UPDATES

Post a Comment

ભણે ગુજરાતઃ ૧૮૩ વિદ્યાર્થી, ૨૦ વર્ગખંડ અને શિક્ષકો માત્ર ૩! GUJARAT SAMACHAR 

આજે ટીચર્સ ડે ઃ અમરેલીના બાબરા ગામની ૧૦૧ વર્ષ જૂની સરકારી શાળાની દુર્દશા તો બીજી તરફ વિદ્યાની વંદના કરતા શિક્ષકો પણ છે
મનથી નિવૃત્ત ન થયેલા અને કોઈ પણ સ્વાર્થ કે આવકના સ્ત્રોતની ઈચ્છા વગર આજે પણ  પોતાની પાસેનું જ્ઞાાન વહેંચવા માંગતા અનેક પ્રોફસરો

રાજકોટ, શુક્રવાર
એક તરફ શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે અહીં એક એવી શાળાની વાત છે જ્યાં દરરોજ શિક્ષક દિન ઉજવવો પડે છે, સૌરાષ્ટ્રના અમરેલી નજીકના બાબરા ગામમાં આવેલી ૧૦૧ વર્ષ જૂની સરકારી શાળાની વિટંબણા એવી છે કે અહીં ૧૮૩ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ૩ શિક્ષકો હોવાથી જે વિદ્યાર્થીને વધુ આવડતુ હોય તેણે પોતે જ શિક્ષક બની બીજા વિદ્યાર્થીને સમજાવવું પડે છે.

એક સમયના સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને શ્રીમતી ઈન્દિરા ગાંધી હત્યા તપાસ પંચના વડા સહિતના મહાનુભાવો જ્યાં અભ્યાસ કરી ચૂક્યા છે તે બાબરાની સરકારી કમળશી હાઈસ્કૂલ ૫૮ ગામો માટે શિક્ષણનું કેન્દ્ર ગણાય છે. એક સમયનો ભવ્ય દબદબો આજે ભૂતકાળ બની ગયો છે. અહીંની આજની સ્થિતિ જોઈએ તો શાળામાં ૨૦ વર્ગખંડો છે, અહીં ધો. ૯ના ૨, ધો. ૧૦, ૧૧ અને ૧૨ના ૧-૧ વર્ગમાં કુલ ૧૮૩ વિદ્યાર્થી ભણી રહ્યા છે. જેમને જુદા જુદા વિષયના શિક્ષકો ભણાવતા રહે તેવી કલ્પના પણ મુશ્કેલ છે. કારણ કે અહીં અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાાન અને ગુજરાતીના શિક્ષકો જ નથી, છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષકોની ઘટતી જતી સંખ્યા આજે ઘટતા-ઘટતા ત્રણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ એકબીજાને ભણાવી ગાડુ ગબડાવી રહ્યા છે.
આ શાળાની કમનસીબી એ છે કે ૧૦૦ વર્ષ અગાઉ શિક્ષણ માટે અપાયેલી ૧૦૦ વીઘા જમીનમાંથી બનેલું મોટુ મેદાન તેણે ભાડે આપવું પડે છે. શાળાનું કામ શિક્ષણ આપવાનું છે પરંતુ આ શાળાએ શિક્ષકોની ખાધ પૂરવા ખાનગી શિક્ષકોને બોલાવવા પડે છે જેનો ખર્ચ ઉઠાવવા મેદાનને ભાડે આપી રૃપિયા એકત્ર કરવાની એક વધુ જવાબદારી બજાવવી પડે છે. અહીં શિક્ષકો જ નથી ત્યાં કાયમી પ્રિન્સિપાલ તો ક્યાંથી હોવાનાં? ઈન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી જાની કહે છે કે શાળાનું મેદાન શ્રાવણ માસમાં મેળા માટે જાહેર હરાજીથી ભાડે આપી તેમાંથી થતી આવકનું ભંડોળ બનાવી ખાનગી શિક્ષકોને બોલાવવામાં આવે છે. જો કે ચાલુ વરસે આવી આવક પણ થઈ ન હોય હવે શું થશે તે મોટો પ્રશ્ન છે.


અંતિમ શ્વાસ સુધી શીખવવા માંગે છે આ શિક્ષકો
માના સ્તર સુધી જઈ શીખવાડે તે જ સાચો માસ્તર 
અમદાવાદ,શુક્રવાર
દર વર્ષે ૫મી સપ્ટેમ્બરના રોજ સર્વપલ્લી રાાૃધાકૃષ્ણની યાદમાં આપણા દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામા આવે છે.સરકારાૃથી માંડી સ્કૂલો અને કોલેજોમાં એક દિવસ માટે શિક્ષક દિન ઉજવાય જાય છે.પરંતુ ખરેખર શિક્ષકની ભૂમિકા શું છે અને સાચા આૃર્થમાં શિક્ષક કેવા હોવા જોઈએ તેનું ઉદાહરણ પુરુ પાડતા કેટલાક જુજ પ્રોફેસરોની વાત અહીં રજૂ કરીએ છીએ. શારીરિક રીતે ભલે નિવૃત્ત ાૃથયા હોઈ પરંતુ મનાૃથી નિવૃત્ત ન ન ાૃથયેલા અને ૭૫ વર્ષ વટાવી ચુકેલા આ પ્રોફેસરો કોઈ પણ સ્વાાૃર્થ કે આવકના સ્ત્રોતની ઈચ્છા વગર આજે પણ પોતાના અંતિમ શ્વાસ સુાૃધી પોતાના પાસેનું જ્ઞાાન વહેંચવા માંગે છે અને ભણાવવા માંગે છે. ટીચરના નામાૃથી ઓળખાતા શિક્ષકો પ્રોફેસરો આજે જ્યારે શિક્ષણને આવકનો સ્ત્રોત માને છે ત્યારે માના સ્તર સુાૃધી જઈને બાળકને શિખવાડનાર માસ્તરની જરૃર છે.

જે.એન.દેસાઈ (૮૦ વર્ષ)
પ્રો.દેસાઈએ ગુજરાત કોલેજમાં ૧૯૫૨ાૃથી ૧૯૬૬ સુાૃધી ફિઝિક્સ વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવી.ત્યારબાદ ૨૪ વર્ષ સુાૃધી ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી ખાતે સાયન્ટીસ્ટ તરીકે અનેક સંશોાૃધનમાં સેવા આપી અને ૧૯૯૦માં તેઓ રીટાર્યડ ાૃથયા. નિવૃત્તિ બાદ પણ તેઓએ ફિઝિક્સ વિષયમાં સંશોાૃધન અને ભણાવવાનું છોડતા ગુજરાત કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે સમયાંતરે લેકચર આપવાનું ચાલુ રાખ્યુ.૮૦ વર્ષની ઉંમરે પણ તાજેતરમાં જ વિક્રમ સારાભાઈના જન્મદિને ગુજરાત કોલેજ દ્વારા યોજાયેલા ખાસ કાર્યક્રમમાં પ્રો.દેસાઈએ ફિઝિક્સ અને વિક્રમ સારાભાઈનું સ્પેસ ક્ષેત્રે યોગદાન સંદર્ભે ખાસ લેક્ચર આપ્યુ હતું.

દિપક વૈદ્ય (૭૬ વર્ષ)
ફિઝિક્સ વિષયને ઘોળીને પી ગયેલા પ્રો.દિપક વૈદ્યે ગુજરાત કોલેજમાં ૩૦ વર્ષથી વધુ પ્રોફેસર તરીકને ફરજ બજાવી. ૧૯૯૭માં રીટાયર્ડ થયા બાદ અન્ય પ્રોફેસરોને જેમ ઘરે બેસી નિવૃત્તિકાળનો આનંદ માણવાને બદલે તેઓએ ફિઝિક્સ તેમનું સંશોધન કાર્ય ચાલુ જ રાખ્યુ છે અને ઓ ૭૬ વર્ષની ઉંમરે પણ તેઓ દેશની પુના ખાતેની ખ્યાતનામ એરોનોટિક્સ એન્ડ ફિઝિક્સ રીસર્ચ સંસ્થામાં તેઓ સંસોધન કાર્ય સાથે સંકળાયેલા છે.હજુ પણ ગુજરાત કોલેજમાં ક્યારેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા જતા અને કોલેજને જરૃર પડે ત્યારે લેક્ચર આપવા જતા પ્રો.વૈદ્ય  કહે છે કે હું મારા જીવનના અંતિમ શ્વાસ સુધી ભણાવવા અને સંશોધનકાર્ય કરવા માંગુ છું.

સી.એફ.પટેલ (૮૩ વર્ષ)
ગુજરાતમાં ટેક્સેક્ષન વિષયના નિષ્ણાંત ગણાતા પ્રોફેસર ચુંદલાલ પટેલ એટલે કે સી.એફ.પટેલ આજે ૮૩ વર્ષની ઉંમરે પણ અવિરત વિદ્યાાૃર્થીઓને ટેક્સેક્ષન વિષય ભણાવે છે.૧૯૫૯-૬૦માં સીએ ાૃથયા બાદ ૧૯૯૪ાૃથી ૧૯૮૪ સુાૃધી નવગુજરાત કોલેજમાં બીકોમમાં ટેક્સેશન વિષય ભણવનારા પ્રો.પટેલ ઈલેમેન્ટસ ઓફ ઈન્કમટેક્ષની અનેક બુક્સ પણ લખી છે. ટેક્સેક્ષનમાં દર વર્ષે નવી નવી જોગવાઈઓ આવતી હોઈ ૮૩ વર્ષની ઉંમરે પણ સમય સાાૃથે ચાલીને પોતાને ટેક્સેક્ષનમાં ાૃથતા સુાૃધારાાૃથી અપટેડ રાખે છે.છેલ્લા ૧૦ વર્ષાૃથી તેઓ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયાના અમદાવાદ ચેપ્ટર ખાતે વિદ્યાાૃર્થીઓને ટેક્સેક્ષન વિષય ભણાવે છે.તેઓ કહે છે કે એક સાચો શિક્ષક એ છે કે તેના જીવનના અંત સાાૃથે જ તેનું ભણાવવાનું પુરુ ાૃથાય.

ઝફર હુસેન લાલીવાલા (૮૫ વર્ષ)
્પ્રો.લાલીવાલાએ ૧૯૬૫ાૃથી ૧૯૯૦ સુાૃધી ૨૫ વર્ષ સુાૃધી ગુજરાત યુનિ.માં એમએમાં  ઈકોનોમિક્સ વિષય ભણાવ્યા બાદ નિવૃત્ત ાૃથયા.પરંતુ આજે ૮૫ વર્ષની ઉંમરે પણ તેઓએ ભણાવવાનું  છોડયુ નાૃથી. એરેબિક  તેમજ ઉર્દ સહિત અનેક ભાષાના જાણકાર અને ઈકોનોમિક્સ વિષય સાાૃથે ઈસ્માલિક ફિલોસોફી એમ બે વિષય પર પીએચડી કરનારા પ્રો.લાલીવાલા છેલ્લા ૬ વર્ષાૃથી ગુજરાત યુનિ.માં વિદ્યાાૃર્થીઓને એરિબિક ભાષા શિખવાડે છે.આ ઉપરાંત હાલ નડીયાદની એન.એસ.પટેલ કોલેજમાં પણ તેઓ ઈકોનોમિક્સના લેક્ચર પણ લેવા જાય છે.પ્રો.લાલીવાલા કહે છે કે શિક્ષકે તેના વિષયના ઉંડાણ સુાૃધી જઈને વિદ્યાાૃર્થીને પુરુ જ્ઞાાન આપવુ જોઈએ.પરંતુ આજના શિક્ષકો માત્ર ભણાવવા ખાતર ભણાવી ગુજરાન ચલાવે છે.


૯૦ વર્ષના પ્રો.પંડયા અનેક તકો છતાં Phd ન થયા, આ જીવન શિક્ષક જ રહ્યા
તાજેતરમાં ૨૯મી ઓગસ્ટના રોજ વર્લ્ડ સંસ્કૃત દિવસ ઉજવાયો છે ત્યારે ભારતની હજારો વર્ષો જુની લીપી કે ભાષા એવી સંસ્કૃતના સારા શિક્ષકો આજે પણ નથી અને તેનું એક ઉદાહરણ જોઈએ તો છેલ્લા ૧૯ વર્ષથી પમી સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપતા એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશનને આ વર્ષે એક્સેલન્સ એજ્યુકેટર એવોર્ડ માટે સંસ્કૃત વિષયની કેટગરીમાં સારા શિક્ષક જ  ન મળતા એવોર્ડ જ જાહેર થઈ શક્યો નથી.મહત્વનું છે કે આવી સ્થિતિમાં ગાંધીનગરમાં રહેતા ૯૦ વર્ષના પ્રોફેસર વસંત પંડયા આજે પણ જો કોઈ વિદ્યાર્થી કે યુવાન કે નવશિક્ષક સંસ્કૃત શિખવા માંગે તેને ઘરમા  બેસીને ભણાવે છે.૧૯૫૨થી ૧૯૮૪ સુધી ગવર્મેન્ટ વિસનગર કોલેજ,ગુજરાત કોલેજ અને ગાંધીનગર સરકારી કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે ફરજ બજાવાનારા પ્રો.વસંત પંડયા આજે પણ જો શૈક્ષણિક કાર્યક્રમ જાય તો તેમના અંદરનો રહેલા શિક્ષક જાગી જાય છે અને તેઓ સંસ્કૃતના શ્લોકો બોલીને વિદ્યાર્થીથઓ કે આજના શિક્ષકોને સંસ્કૃત શિખવાડ માંડે છે.તેઓ કહે છે કે આજના પ્રોફેસરોને ટયુશનો કરીને ટૂંકા સમયમાં પૈસા કમાઈને માલામાલ થવુ છે.તેમજ ગમે તેમ કરીને પીએચડી થઈને ડોક્ટરેટ થઈ જવુ છે.પરંતુ સાચો શિક્ષક એ છે કે જેને કોઈ પદવીની ગરજ ન હોય અને જીવનના અંત સુધી શિક્ષક જ રહે.મેં અનેકવાર પીએચડીની ઓફર ઠુકરાવી છે અને ડોક્રેટ થયા વગર અનેક વિદ્યાર્થીઓને ગાઈડ તરીકે ભણાવ્યા છે.મહ્તવનું છે કે પ્રો.પંડયાએ યુનિ.ના પૂર્વ કુલપતિથી માંડી અનેક નામાંકિત હસ્તીઓને ભણાવ્યા છે.

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter