-->

NEW UPDATE

Indian Constitution - Quiz No. 11 (ભારતીય બંધારણના પ્રશ્નો)

Post a Comment

1.      આપણા બંધારણમાં અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિના વહીવટ અને નિયંત્રણનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - પાંચમી

2.      આપણા બંધારણમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજયોની જનજાતિ વિસ્તારના સંચાલની જોગવાઇનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - છઠ્ઠી
3.      આપણા બંધારણમાં કેન્દ્ર અને રાજયોની વચ્ચે શક્તિઓની વહેંચણીની બાબતનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - સાતમી
4.      આપણા બંધારણમાં ૨૨ ભાષાઓનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - આઠમી (૨૦૦૪માં મૈથિલી, સંથાલી, ડોંગરી અને બોડો ભાષાનો સમાવેશ થયો)
5.      આપણા બંધારણમાં રાજય દ્વારા સંપતિના અધિગ્રહણના કાયદાઓનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - નવમી
6.      આપણા બંધારણમાં કઇ યાદી પ્રથમ બંધારણીય સુધારા અધિનિયમ ૧૯૫૧ અંતર્ગત જોડવામાં આવી છે - નવમી
7.      આપણા બંધારણમાં દળ બદલ સંબંધિત જોગવાઇનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - દસમી 
8.      આપણા બંધારણમાં રાજ સંસ્થાઓની કાર્યની વિગતોનો ઉલ્લેખ કઇ યાદીમાં છે - અગિયારમી
9.      આપણા બંધારણમાં ૭૪માં સુધારા દ્વારા કઇ યાદી જોડવામાં આવી - બારમી
10.    આપણા બંધારણમાં બારમી યાદીમાં વહીવટી સંસ્થાઓને કાર્ય કરવા માટે કેટલા વિષયો આપવામાં આવેલ છે - ૧૮
11.    એસ.કે. ધર પંચના નિર્ણયોની સમીક્ષા માટે કોંગ્રેસ કાર્ય સમિતિએ કઇ સમિતિની રચના કરી - જેવીપી સમિતિ
12.    ભાષાને આધારે રાજયોની પુર્નરચનાની બાબત એસ.કે.ધરને સોંપવામાં આવી તે પંચમાં કેટલા સભ્યો હતા - ચાર (પંડિત હ્રદયનાથ કુંજરુ, સરદાર કે.એમ.પણિક્કર)
13.    એસ.કે.ધરની અધ્યક્ષતામાં રચાયેલ પંચે કઇ બાબતના આધારે રાજયોની પુર્નરચનાની વિગત મૂકી હતી - વહીવટી સેવાના આધારે   
14.    રાજય પુર્નરચના અધિનિયમ કયારે પસાર થયો - જુલાઇ ૧૯૫૬
15.    રાજયની પુર્નરચના પંચના અધ્યક્ષ કોણ હતા - ફઝલ અલી
16.    જેવીપી સમિતિની રચના કયા અધિવેશન દરમિયાન થઇ હતી અને આ સમિતિની અહેવાલ બાદ કયા રાજયના લોકોએ આંદોલન શરૂ કર્યું હતું  - જયપુર અધિવેશન, મદ્રાસ રાજયના લોકોએ
17.    જેવીપી સમિતિના સભ્યો કોણ હતા - જવાહરલાલ નહેરૂ, વલ્લભભાઇ પટેલ, પટ્ટાભિ સીતારમૈચ્ચા 
18.    રાજય પુર્નરચના અધિનિયમ ૧૯૫૬ અંતર્ગત કેટલા રાજ્યોની રચના થઇ - ૧૪ રાજ્યો 
19.    ભાષા આધારે રાજયોની રચના સમયે મદ્રાસમાં કોના નેતૃત્વમાં આંદોલન શરૂ થયું હતું - શ્રી રામુલ્લુ
20.    શ્રી રામુલ્લુના મૃત્યુ પછી વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તેલગુ ભાષીઓ માટે કયા રાજયની રચનાની જાહેરાત કરી - આંધ્રપ્રદેશ
21.    ભાષા આધારે  સૌપ્રથમ કયા રાજયની સ્થાપના થઇ - આંધ્રપ્રદેશ (૧ ઓકટોબર ૧૯૫૩) (ત્યારે આંધ્રપ્રદેશની રાજધાની કર્નૂલ હતી)
22.    ગુજરાતના કયા રજવાડાને લોકોએ સંગ્રામ દ્વારા ભારતમાં ભેળવ્યું હતું - જૂનાગઢ 
23.    નાગા આંદોલનને કારણે આસામમાંથી વિભાજીત કરી નાગાલેન્ડને અલગ રાજય કયારે બનાવવામાં આવ્યું - ૧ ડિસેમ્બર ૧૯૬૩
24.    ફ્રાન્સની સરકારે પોંડેચરી, ચંદ્રનગર અને કેરિકલ જેવા વિસ્તારો કયારે ભારતને સોંપ્યા - નવેમ્બર ૧૯૫૪

25.    ભારત સરકાર દ્વારા ગોવા, દમણ અને દીવની મુક્તિ માટે પોર્ટુગીલઓ સામે કયારે કાર્યવાહી કરી હતી - ૧૮ ડિસેમ્બર ૧૯૬૧ 

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter